મોરબીને ટુરિસ્ટ હબ તરીકે ડેવલપ કરવા વિહિપની CMને રજૂઆત મોરબી : મોરબીને પ્રવાસન સ્થળ એટલે કે 'ટુરીસ્ટ હબ' તરીકે ડેવલપ કરવા અંગે વિશ્વ હિંદુ પરિષદના મોરબી જિલ્લાના મંત્રી હસમુખભાઈ ગઢવી દ્વારા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને લેખિત રજૂઆત કરવામાં આવી છે. આ લેખિત રજૂઆતમાં જણાવાયું છે કે મોરબી જીલ્લો ઘોષિત થયેલ છે. સરકારે મોરબીને ઔધોગીક નગરી તરીકે જાહેર કરેલ છે. સીરામીક - નળીયા – ટાઈલ્સ - સેનીટેશન - ઘડીયાલ - હીરા ઉદ્યોગો મોરબીમાં આવેલ છે. ઔધોગીક નગરી મોરબીમાં પ્રવાસન સ્થળ 'ટુરીસ્ટ હબ' તરીકેની ઓળખ ઉભી કરવા માટેની તમામ ક્ષમતાઓ રહેલી છે. મોરબીની હેરીટેજ સાઈટ ગુજરાત પ્રવાસન માટે આકર્ષણનું કેન્દ્ર બને તેમ છે. મોરબીના રાજવી લખધીરસિંહજી સીવીલ એજીનીયર હતા. જેથી, નગર રચના કરવામાં તેઓને ખુબ જ રસ હતો. મોરબીને રાજા-રજવાડાનાં સમયમાં 'સૌરાષ્ટ્રનું પેરીસ' કહેવાતું. જો પ્રવાસન વિભાગ દ્વારા સુનિયોજીત આયોજન કરવામાં આવે તો મોરબી ખુબ જ સરસ ટુરીસ્ટ હબ (પ્રવાસન સ્થળ) બની શકે તેમ છે. મોરબીના જોવાલાયક સ્થળ ઝુલતા પુલ, મણી મંદિર, દરબારગઢ, નગર દરવાજો, ગ્રીન ટાવર, નઝરબાગ પેલેસ, જીવા મુળજીની વાવ કુબેરનાથ મંદિર, મહર્ષિ દયાનંદ સરસ્વતીજીની જન્મભૂમિ ટંકારા પણ મોરબી જીલ્લામાં આવે છે. જયાં આર્યસમાજ દ્વારા વેદ-સંસ્કૃતિનાં પ્રચાર-પ્રસારનું કાર્ય થાય છે. આધ્યાત્મિક ગુરૂ શ્રીમદ્ રાજચંદ્રજીની પવિત્ર પાવનભૂમિ વવાણીયા મોરબીથી તદ્ન નજીક આવેલ છે. વાંકાનેર તાલુકાનું મોટા જડેશ્વર મંદિર - રતન ટેકરી તળાવ વિ. પણ ડેવલપ થઈ શકે તેમ છે. આથી, ટુરીસ્ટ હબ તરીકે મોરબીની એક આગવી ઓળખ ઉભી થઈ શકે તેમ છે. આથી, સરકાર પ્રવાસન વિભાગ દ્વારા તેવી રીતનું આયોજન થાય તેવી અપીલ કરવામાં આવી છે. મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા.. મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર.. નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો.. https://t.me/morbiupdate