મોરબી : મોરબીમાં ગત તા. 13 ઓક્ટોબરના રોજ શરદ પૂનમના દિવસે Helping Hand ગ્રુપ દ્વારા કુબેર રોડ સ્થિત વૃદ્ધાશ્રમમાં રાસ-ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું. ગ્રુપના સભ્યો સાથે વૃદ્ધાશ્રમમાં રહેતા વડીલો જાણે યુવાન બની ગરબે ઘૂમ્યા હતા. આ ઉપરાંત, વડીલોને વિવિધ રમતો તથા અંતાક્ષરી રમાડી તેમજ નાસ્તો-આઇસ્ક્રીમનું વિતરણ કરી તેમની સાથે સમય વ્યતીત કર્યો હતો. આ તકે વડીલોએ યુવાનો સાથે જાત-અનુભવોની વાતો કરવાનો લ્હાવો લીધો હતો. કાર્યક્રમના અંતે ગરમ મોજાઓનું વિતરણ કરી વડીલોના આશીર્વાદ લેવામાં આવ્યા હતા. Morbi Updateની એક લાખથી વધુ એપ્લિકેશન ડાઉનલોડ કરવા બદલ મોરબીવાસીઓનો દિલથી આભાર. મોરબી અપડેટના સમાચારો સરળતાથી મેળવવા અને વાંચવા માટે અમારી Morbi Update એપ્લિકેશન પ્લેસ્ટોરમાંથી ડાઉનલોડ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના સ્થાનિક સમાચારો : એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો. https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en_IN ખાસ નોંધ : મોરબી અપડેટના ભળતા નામથી મોરબીમાં અમુક વેબ સાઈટ ચાલી રહી છે. તો વાચકોને નમ્ર અપીલ છે કે મોરબી અપડેટના નામે સમાચાર કે જાહેરખબર આપતા પેહલા પૂરતી ખરાઈ કરી લેવી. વધુ વિગત માટે સંપર્ક : 9227432274