મોરબી : મોરબીમાં જવાહર નવોદય વિદ્યાલયની સિલેક્ષન ટેસ્ટમાં મોરબીની જ્ઞાનદીપ વિદ્યાલયનો વિદ્યાર્થી ઉતીર્ણ થયો છે. આ વર્ષે લેવાયેલી જવાહર નવોદય વિદ્યાલયની પ્રવેશ પરીક્ષામાં મોરબીમાં આવેલ જ્ઞાનદીપ વિદ્યાલયનો વિદ્યાર્થી હડિયલ ધનજી નરશીભાઈ ઉત્તીર્ણ થયો છે. જવાહર નવોદયની પરીક્ષામાં ઉજ્જવળ દેખાવ કરીને વિદ્યાર્થીએ પરિવાર અને શાળાનું ગૌરવ વધાર્યું છે. આ તકે શાળાના આચાર્ય વશરામભાઈ નકુમ એ ઉત્તીર્ણ થનાર વિદ્યાર્થીને તેમજ શાળાના સ્ટાફને અભિનંદન અને શુભેચ્છા પાઠવેલ છે. તેમ હિતેશ સતવારાની યાદીમાં જણાવાયું છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..