ગામના સરપંચ તરીકે વિજયાબેન વલમજીભાઈ કૈલા તેમજ સભ્યોની નિયુક્તિ મોરબી : મોરબી જિલ્લામાં હાલ ગ્રામ પંચાયતની ચાલી રહેલી ચૂંટણીઓ દરમિયાન વધુ એક ગ્રામ પંચાયતને સમરસ જાહેર કરવામાં આવી છે. જેમાં મોરબીની ગાંધીનગર ગ્રામ પંચાયતને ગામના આગેવાનો અને ગ્રામજનોએ સમરસ જાહેર કરી ગામના સરપંચ તરીકે વિજયાબેન વલમજીભાઈ કૈલા તેમજ સભ્યોની નિયુક્તિ કરી છે. મોરબીના ગાંધીનગર ગ્રામ પંચાયતની ચૂંટણીને ગામના યુવા આગેવાનો તેમજ વડીલો અને સમસ્ત ગ્રામજનોના સહકારથી સમરસ જાહેર કરવામાં આવી છે અને સમસ્ત ગ્રામજનોના સમર્થનથી ગામના નવા સરપંચ તરીકે વિજયાબેન વલમજીભાઈ કૈલાની નિયુક્તિ કરવામાં આવી છે. તેમજ ગાંધીનગર ગ્રામ પંચાયતના સભ્યો તરીકે જશુંબેન પ્રવીણભાઈ, વિજુબેન છગનભાઈ, ભગવાનજીભાઈ રાઘવજીભાઈ, કાનજીભાઈ છગનભાઈ, વર્ષાબેન હિતેશભાઈ, નયનાબેન વિમલભાઈ, ચંદુલાલ છગનભાઈ, રામજીભાઈ પ્રેમજીભાઈની વરણી કરવામાં આવી છે.