મોરબી : મોરબીમાં વેજીટેબલ રોડ પર ભાગ્ય લક્ષ્મી સોસાયટીમાં રહેતા સ્વ. પ્રતાપ સિંહદાદભા જાડેજાના પરિવાર દ્વારા ધૂન-ભજનનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં બાપા સીતારામ ધુનમંડળ (ઉમિયાનગર)ને ધૂન-ભજન કરાવવા માટે આમંત્રણ આપવામાં આવ્યું હતું. જાડેજા પરિવારના ઘરે કાર્યક્રમમાં રૂ. 28,330 જેટલો ફાળો એકઠો થયેલ હતો. બાપા સીતારામ ધુનમંડળ દ્વારા આ આવકમાંથી રૂ. 22,000 ધૈર્યરાજસિંહ રાઠોડની સારવાર માટે દાનમાં આપેલ છે. આમ, બાપા સીતારામ ધુનમંડળ દ્વારા ધૂન-ભજનના કાર્યક્રમની આવક બાળક ધૈર્યરાજસિંહના ઈલાજ માટે આપવામાં આવી છે.