મોરબી : મોરબીના પરિવારે કોરોના મહામારીને કારણે મકાનનું વાસ્તુપૂજન મુલત્વી રાખી આ ખર્ચની રકમ યંગ ઇન્ડિયા ગ્રુપ સંચાલિત કોવિડ કેર સેન્ટરને દાનરૂપે ભેટ ધરી છે. મોરબીમાં રહેતા હરેશભાઇ બોપલીયા દ્વારા નવું મકાન નિર્માણ કરતા નવા મકાનનુ વાસ્તુ પુજન અને સ્નેહીજનોને ભાવતા ભોજનનો કાર્યક્રમ રાખવાનો હતો પરંતુ કોરોના મહામારીને લિધે બધુ જ મુલત્વી રાખી એ ખર્ચના બચતના નાણા કોરોના મહામારીમાં સેવા આપવા નક્કી કરી જિલ્લા વહીવટી તંત્રના સહયોગથી આદર્શ નિવાસી શાળા ખાતે યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા ચલાવવામાં આવતા કોવિડ કેર સેન્ટરમાં રૂપિયા ૨૫,૦૦૦નું અનુદાન આપવામાં આવ્યું હતું.