મોરબી : 'મોરબી ઔદ્યોગિક નગરીની સાથે સાથે જ્ઞાન અને કૌશલ્યની નગરી પણ છે' એ ઉક્તિને વિશ્વા નામની દિકરીએ સાર્થક કરી છે. ધોરણ 1થી 5 ગામડાની સરકારી શાળામાં અભ્યાસ કરીને હાલ જવાહર નવોદય વિદ્યાલયમાં ધોરણ-8મા અભ્યાસ કરતી શિક્ષક દંપતિની પુત્રી વિશ્વા ભરતભાઈ બોપલિયાએ જી.એસ.ઈ.એસ.જીયો જુનિયર યુ.પી.એસ.સી.ની પરીક્ષા પાસ કરીને બોપલિયા પરિવાર તથા ઓમનગર (ખારચિયા) ગામ અને મોરબીનું ગૌરવ વધારેલ છે. ભવિષ્યમાં પણ આ દિકરી UPSCની પરીક્ષા પાસ કરીને પબ્લીક સેવા કરે એવી સૌ સ્નેહીજનો શુભેચ્છા પાઠવી રહ્યા છે.