કોઈ ટ્રાવેલ હિસ્ટ્રી પણ હોવાનું પત્નીએ તંત્રને જણાવ્યું : દર્દીના રહેઠાણ વિસ્તારને માસ ક્વોરોન્ટાઇન અને માસ સેનેટાઇઝ કરવાના આદેશ : અધિક કલેકટર મોરબી : મોરબીમાં તંત્રએ હાથ ધરેલી તપાસમાં કોરોનાગ્રસ્ત દર્દીની કોઈ ટ્રાવેલ હિસ્ટ્રી ન નીકળી હોવાનુ સામે આવ્યું છે. જેમાં મોરબી જિલ્લાના અધિક કલેકટરે દર્દીના પત્ની સાથે વાત કરી ત્યારે તેમને જણાવ્યું હતું કે તેમના પતિ ક્યાંય ગયા જ ન હતા. મોરબીમાં કોરોનાનો પ્રથમ કેસ સામે આવ્યા બાદ તમામ સરકારી વિભાગો કામે લાગી ગયા છે. આ અંગે અધિક જિલ્લા કલેકટર કેતન જોશીએ 'મોરબી અપડેટ' સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે તેઓએ કોરોનાગ્રસ્ત દર્દીની પત્ની સાથે વાત કરી હતી. જેમાં તેમની પત્નીએ જણાવ્યું હતું કે તેઓના પતી ક્યાંય ગયા જ નથી. 2 દિવસ પૂર્વે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ગયા તે પૂર્વે તેઓ મોરબીથી બહાર ગયા નથી. આમ હાલ પ્રાથમિક તપાસમાં કોરોનાગ્રસ્ત દર્દીની કોઈ ટ્રાવેલ હિસ્ટ્રી બહાર આવી નથી. વધુમાં અધિક જિલ્લા કલેકટરે જણાવ્યું કે કોરોનાનો કેસ સામે આવતા ઉમા ટાઉનશીપના બે એપાર્ટમેન્ટને માસ ક્વોરોન્ટાઇન તેમજ માસ સેનિટાઇઝ કરવાના આદેશ આપ્યા છે.