મોરબી : મોરબીમાં નોન વુવન ફેબ્રિક મેન્યુફેક્ચરિંગ કરતી ધાર્મિ ગ્રુપ ઓફ કંપનીની ટિમ દ્વારા ઉત્તરાખંડમાં 12,500 ફૂટની ઉંચાઈએ આવેલ કેદારકંઠા શિખર માઇન્સ 8 ડિગ્રીમાં ટ્રેકિંગ કરી ભારતમાતાનો ધ્વજ લહેરાવવાની સાથે કંપનીનું બેનર પ્રદર્શિત કરી સફળતાની આ ક્ષણને યાદગાર બનાવી હતી. મોરબીની ધાર્મિ ગ્રુપ ઓફ કંપની નોન વુવન ફેબ્રિક મેન્યુફેક્ચરર્સ કંપનીના એમડી અને તેમની ટિમ દ્વારા ઉત્તરાખંડ સ્થિત દહેરાદૂનથી 250 કિલોમીટર દૂર આવેલ કેદારકંઠા વીન્ટર ટ્રેકિંગનું આયોજન કરાયું હતું. 12,500 ફૂટની ઉંચાઈએ આવેલ કેદારકંઠા શિખર ઉપર પહોંચવું ખુબ જ મુશ્કેલ છે. કારણ કે, અહીં માઇન્સ 8 ડિગ્રી ઠંડી તથા ખુબ જ જોખમી ચઢાણ ઉપર ટ્રેકિંગ કરવું ખુબ જ જોખમી હોવા છતાં કંપનીની ટીમે સફળતા પૂર્વક આ ટ્રકિંગ પૂર્ણ કરી તેના સમિટ સુધી પહોંચી પોતાની કંપનીનું બેનર તથા ભારતમાતાનો ધ્વજ લહેરાવવાની સાથે રાષ્ટ્રગાનનું ગાયન કરી ટ્રેકિંગ પૂર્ણ કર્યું હતું.