કોરોનાની ગાઈડલાઈનની ચુસ્ત અમલવારી વચ્ચે સૌરાષ્ટ્રના સૌથી મોટા સિનેમાઘરમાં નિર્ભયપણે મુવી માણવાનો લ્હાવો, કેપેસિટીના 60 ટકા મુજબ એન્ટ્રી મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીવાસીઓ માટે ખુશખબર આવી છે. સૌના માનીતા એવા સૌરાષ્ટ્રના સૌથી મોટા સિનેમાઘર કલબ 36 મલ્ટીપ્લેક્ષનો આજથી પૂનઃપ્રારંભ થયો છે. જેથી હવે મોરબીવાસીઓ કોરોના ગાઈડલાઈનના ચુસ્ત અમલ વચ્ચે નિર્ભયપણે મુવી માણવાનો લ્હાવો લઈ શકશે. મોરબી- રાજકોટ હાઇવે ઉપર લજાઈ પાસે જોગ આશ્રમની પાછળ આવેલું કલબ 36 મલ્ટીપ્લેક્ષ અનેકવિધ સુવિધાઓથી સજ્જ છે. આ મલ્ટીપ્લેક્ષ સૌરાષ્ટ્રમાં સૌથી મોટી સ્ક્રીન ધરાવે છે. અહીં પાર્કિંગ તદ્દન ફ્રી રાખવામાં આવ્યું છે. લોકોની સુરક્ષાને ધ્યાને લઈને મલ્ટીપ્લેક્ષમાં સીસીટીવી કેમેરાની પણ સુવિધા છે. ઉપરાંત અહીં dolby 7.1 D hi-tech 850 Atmos જેવી આધુનિક સાઉન્ડ સિસ્ટમ પણ છે. જે મૂવી દરમિયાન ઓરીજનલ સાઉન્ડ ઇફેક્ટ આપે છે. કલબ 36 મલ્ટીપ્લેક્ષમા મુવી જોવું એક લ્હાવો કહી શકાય. આ મલ્ટીપ્લેક્ષ કોરોનાકાળ દરમિયાન બંધ રાખવામાં આવ્યું હતું. હવે સરકારની ગાઈડલાઈનના ચુસ્ત અમલ સાથે આજે તા.19થી મલ્ટીપ્લેક્ષ ફરી મોરબીવાસીઓ માટે ખુલ્લું મુકવામાં આવ્યું છે. જેમાં કેપેસિટીના 60 ટકા લોકોને એન્ટ્રી આપવામાં આવી રહી છે. તો ઘણા સમયથી મુવીની મજા માણવાથી વંચિત રહી ગયેલા લોકો માટે હવે મુવીની મજા માણવાનો સુવર્ણ અવસર આવ્યો છે. તો આજે જ જરૂર પધારો અને સૌરાષ્ટ્રની સૌથી મોટી સ્ક્રીન ઉપર મુવી જોવાનો આનંદ ઉઠાવો. કલબ 36 દ્વારા જાહેર કરાયેલ સૂચના સલામતી માટે સિનેમા પરિસરમાં પ્રવેશવા માટે ચહેરા ઉપર માસ્ક પહેરવું ફરજિયાત છે. સિનેમા ખાતે તાપમાન ચકાસણી કરવામાં આવશે. નિચેના તાપમાનવાળા 37.3 સે.અથવા 99.4 તાપમાનવાળાને અંદર મંજૂરી આપવામાં આવશે નહિ. જાહેરમાં ક્યાંય પણ થુંકવુ નહિ 10 વર્ષથી ઓછી વયના બાળકો ઘરે રહેવા માટે અને 65 વર્ષથી ઉપરના સિનિયર સીટીઝનોને ઘરે રહેવું હિતાવહ છે. ઓન સ્ટાફ તાપમાનની નિયમિત તપાસ કરાશે. અને યોગ્ય સ્વચ્છતા જાળવવામાં આવશે. માર્ગદર્શીકા અનુસાર ફક્ત પેકેજડ ફૂડ પીણા જ ઉપલબ્ધ થશે. દરેક શો પહેલા સ્થળની સંપૂર્ણ સફાઈ કરવામાં આવશે. ખાતરી કરો કે તમે દરેકથી અંતર જાળવશો. અને જ્યારે તમે સિનેમા લોબીમાં હો ત્યારે સલામત રહેશો.