સરકારના પ્રોફેશનલ એન્જીનીયર્સની નોંધણી અને એક્ઝામના બીલને કારણે એન્જિનિયરોની મુશ્કેલી વધશે સિવિલ એન્જિનિયરોએ કલેકટર આવેદન આપી આ બિલ રદ ન થાય તો આંદોલનની ચીમકી આપી મોરબી : સમગ્ર દેશમાં સરકાર ખાનગી સેક્ટરમાં કામ કરતા એંજીનિયર્સ માટે પ્રોફેશનલ એંજીનિયર્સ બિલ નામનો કાયદો લાવી રહી છે. જેની સામે મોરબીના ખાનગી સિવિલ એન્જિનિયરોએ વિરોધ નોંધાવ્યો છે. સિવિલ એન્જીનીયરના કહેવા મુજબ આ કાયદામાં પ્રોફેશનલ એંજીનિયર્સની નોંધણી અને એક્ઝામની જોગવાઈ છે. તેમાં નોંધણી અને એક્ઝામ આંટીધુટીવળી હોવાથી ખાનગી સેક્ટરમાં કામ કરતા સિવિલ એન્જીનીયરોનું હિત જોખમશે. આથી સિવિલ એન્જીનીયરોએ કલેકટરને આજે આવેદનપત્ર પાઠવીને પ્રોફેશનલ એંજીનિયર્સના હિતમાં જ સરકાર નિર્ણય લે તેવી માંગ કરી છે. મોરબી સિવિલ એન્જિનિયર એસોસિએશનના નેજા હેઠળ આજે ખાનગી સેક્ટરના સિવિલ એન્જિનિયરોએ કલેકટર કચેરી ખાતે જઈને સરકારને સંબોધી કલેકટરને આવેદનપત્ર આપતા જણાવ્યું હતું કે, ભારત સરકાર પૂરા દેશના એન્જીનિયર્સ માટે પ્રોફેશનલ એંજીનિયર્સ બિલ લાવી રહી છે. જે મુજબ ગુજરાત કાઉન્સીલ ઓફ પ્રોફેશનલ સિવિલ એન્જીનિયર્સની કચેરી દ્વારા ગુજરાત રાજ્યમાં પ્રોફેશનલ પ્રેક્ટિસ કરનારા સિવિલ એન્જિનિયરને રેજીસ્ટ્રેશન કરાવવું ફરજીયાત છે. એ માટે ફરજિયાત એક્ઝામ દેવી પડે છે. જેમાં ખાનગી સેક્ટરમાં કામ કરતા એન્જિનિયરની નોંધણી માટે એક્ઝામ ફરજિયાત આપવી અને પછી દર બે વર્ષે આ એક્ઝામ લેવી તેમજ એક્ઝામ માટે દર બે વર્ષે રૂ.20 થી 25 હજારની ફી ભરવી એવી જોગવાઈ છે. એની સામે ખાનગી સેક્ટરના એન્જિનિયરનું કહેવું એમ છે કે, તેઓ જ્યાં પણ નોકરી કરે છે તેનું લાયસન્સ અને જે તે સાલ તેમણે લીધેલી ડીગ્રી એ જ મોટો પુરાવો છે. ત્યારે સરકારના આવા ગતકડાની હવે શરૂ જરૂર છે ? વધુમાં સિવિલ એન્જીનીયરોએ જણાવ્યું હતું કે, જે તે કોર્પોરેશનમાં નોકરી કરે છે. એ જ મોટું પ્રુફ છે.આમ પણ સિવિલ એન્જિનિયરને સરકારમાં ક્યાં નોકરી મળે છે.આથી સિવિલ એન્જિનિયરો બેકાર છે. હવે માંડ માંડ ખાનગીમાં નોકલી મળી છે. ત્યારે આ આંટીધુટીવાળી જોગવાઈના કાયદાનો અમલ થાય તો સિવિલ એન્જિનિયર રોજીરોટી વગરના થઈ જશે. માટે આવી નોંધણી અને ફરજિયાત એક્ઝામ વાળા બીલને રદ કરવાની માંગ કરી છે. અન્યથા આંદોલન કરવાની ચીમકી આપી છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..