કોરોના કાળમાં એક વર્ષના વિરામ બાદ રુહી ફિલ્મ સાથે ચાર શો મોરબી : કોરોના કાળમાં લોકડાઉન બાદ દેશભરના સિનેમાઘર બંધ થતા મોરબીના સિનેગૃહોને પણ તાળા લાગ્યા હતા હવે સરકારે છૂટછાટ જાહેર કરતા આગામી તા.11ને ગુરુવારે મહાશિવરાત્રીના પર્વથી મોરબીની ચિત્રકૂટ ટોકીઝ ચાર શો સાથે શરુ થવા જઈ રહી છે. સિરામિક સીટી મોરબીમાં હાલમાં ચિત્રકૂટ, વિજય,સુપર,દરિયાલાલ,કલબ-36 અને સ્કાય મોલ ખાતે મળી કુલ છ સિનેમાઘર આવેલા છે જેમાં કોરોના મહામારીને કારણે છેલ્લા એક વર્ષથી તમામ સિનેમાઘર બંધ છે ત્યારે આગામી 11 માર્ચને ગુરુવારથી મહાશિવરાત્રીના પર્વે ચિત્રકુટ સિનેમા મોરબી ફરી રાબેતા મુજબ શરૂ થવા જઈ રહ્યું છે. ચિત્રકૂટ સિનેમાઘરના માલિક ધર્મેન્દ્રભાઈ હિરાણીએ મોરબી અપડેટ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે એકાદ વર્ષના લાંબા અંતરાલ બાદ સરકારશ્રીની ગાઇડલાઇન મુજબ સૅનેટાઇઝેશન સહિતના નિયમોની અમલવારી સાથે 11 માર્ચથી ROOHI ફિલ્મની ધમાકેદાર રજુઆત કરવામાં આવશે પ્રારંભિક તબક્કે ચિત્રકૂટ સિનેમાઘરમાં બપોરે 12ll, 3ll, 6ll, અને 9ll વાગ્યાના કુલ ચાર શો યોજવામાં આવશે. રાજકુમાર રાવ, જાનવીકપુર, વરૂણ, રોનીત-રોય સ્ટારકાસ્ટ ફિલ્મ રુહી ખોફનાક,ધ્રુજારી ભર્યા સીનથી ભરપૂર છે અને આ રહસ્યમય હોરર ફિલ્મ દર્શકોને ગમશે તેવો આશાવાદ વ્યક્ત કરી ફિલ્મ શોખીનોની આતુરતા નો અંત આવ્યો હોવાનું જણાવ્યું હતું.