પીએમ અને સીએમ ફંડમાં હજુ પણ મોરબીના સિરામિક ઉદ્યોગકારોની અવિરત પણે વરસતી સહાય વર્ષા મોરબી : મોરબીના સિરામિક ઉદ્યોગકારોએ કોરોના સામેની લડતમાં પોતાની દરિયાદિલી બતાવીને રૂ. 2.61 કરોડની સરકારને સહાય કરી છે. હજુ પણ આ સહાયનો ધોધ અવિરતપણે ચાલુ જ છે. કોરોના સામેની સરકારે શરૂ કરેલી લડતમાં મહત્વપૂર્ણ યોગદાન આપીને ઉદ્યોગકારોએ મોરબીને સમગ્ર દેશમાં ગૌરવ અપાવ્યું છે. સમગ્ર દેશમાં હાલ કોરોના હાહાકાર મચાવી રહ્યો છે. ત્યારે વડાપ્રધાન અને મુખ્યમંત્રીએ કોરોના સામેની લડતમાં આરોગ્ય સેવાને વધુ મજબૂત બનાવવા માટે દાતાઓને સહાય આપવાની હાંકલ કરી હતી. જેને ઝીલી લઈને મોરબીના સિરામિક ઉદ્યોગકારોએ અનુદાનની સરવાણી વહાવી દીધી છે. અગાઉ પણ દેશ ઉપર આવેલી આફતો સમયે મોરબીના સિરામિક ઉદ્યોગકારોએ પોતાની દરિયાદીલીનો સમગ્ર દેશને પરચો આપ્યો છે. ત્યારે હાલની કોરોનાની મહામારી વચ્ચે નાગરિકોની સુખાકારી માટે પણ મોરબીના સિરામિક ઉદ્યોગકારો સહાય કરવામાં અગ્રેસર રહ્યા છે. અત્યાર સુધીમાં ઉદ્યોગકારોએ સીએમ ફંડમાં રૂ. 1,37,62,307 તેમજ પીએમ ફંડમાં 1,24,17, 665 મળી કુલ રૂ.2,61,79,972ની સહાય કરી છે. હજુ પણ આ સહાયનો ધોધ અવિરતપણે વર્ષી રહ્યો છે. મોરબીની સીરામીક કંપનીઓ દ્વારા કોરોના સામેની કામગીરી માટે સરકારને રાહત ફંડમાં આપેલી રકમની યાદી (30 માર્ચ) જોવા નીચેની લિંક પર ક્લિક કરી લિસ્ટ ડાઉનલોડ કરીને જોઈ શકો છો. http://morbiupdate.com/wp-content/uploads/2020/03/Fund-Recivd-Data-Morbi-Ceramics2.pdf