મોરબી: મોરબી ઓદ્યોગિક નગરી શહેર જ્યાં એક તરફ સમૃદ્ધિની ઝાકમઝોળ જોવા મળે છે તો બીજી તરફ શહેરના અનેક ઝૂપડપટ્ટી વિસ્તારના લોકો બે ટાઈમની રોટી માટે તરવરતા જોવા મળે છે. ત્યારે ઉદ્યોગક્ષેત્રની સાથે સેવાકીય પ્રવૃતિઓમાં હરફાળ ભરવા લાગ્યું છે. શહેરીજનો વિવિધ શુભ પ્રસંગોની ઉજવણી પશુ-પંક્ષીઓને ઘાસચારો અથવા તો નિરાધાર અને વંચિતો સાથે કરતા હોય છે. મોરબીના મકનસર ગામના યુવા સીરામીક કોન્ટ્રાક્ટર ગીરીશભાઇ પરમારે આજે પોતાના જન્મદિવસ નિમિત્તે યંગ ઈન્ડીયા ગ્રુપના 'આપવાના આનંદ' થી પ્રેરણા લઈને કોઈપણ બિન જરૂરી ફાલતુ ખર્ચ કર્યા વિના સવારે વિકાસ વિદ્યાલયની બાળાઓને ખમણ અને જલેબીનો નાસ્તો કરાવી તેમજ સાંજે વૃદ્ધાશ્રમના વડીલોને સૂકો નાસ્તો આપી આઈસ્ક્રીમ ખવડાવી આનંદની અનુભૂતિ કરી જન્મદિવસ ઊજવણીને ખરા અર્થમાં સાર્થક બનાવી હતી.