યોગકક્ષા ફાઉન્ડેશન દ્વારા લેખકનું સન્માન કરાયું મોરબી : મોરબીના કરાટે માસ્ટર અને યોગાચાર્ય વાલજી પ્રેમજીભાઈ ડાભી દ્વારા પ્રકાશિત યોગમય જીવનશૈલી પુસ્તકનું વિમોચન રાષ્ટ્રીય યુવા દિવસના દિવસે કરવામાં આવ્યું હતું.લોકો ઘરે સરળતાથી યોગાભ્યાસ કરી શકે તે માટે પુસ્તકમાં કલરિંગ ચિત્રો સાથે પદ્ધતિ,સાવધાની અને વિશેષ ફાયદાઓ દર્શાવવામાં આવ્યા છે.આ કાર્યક્રમમાં યોગકક્ષા ફાઉન્ડેશન તરફથી વાલજીભાઈ ડાભીનું સાલ ઓઢાડીને સ્વાગત કરવામાં આવ્યું હતું. મોરબીમાં કરાટે માસ્ટર અને યોગાચાર્ય વાલજી પ્રેમજીભાઈ ડાભી દ્વારા પ્રકાશિત યોગમય જીવનશૈલી પુસ્તકનું વિમોચન કાર્યક્રમ ગત તા.૧૨ને બુધવાર એટલે કે રાષ્ટ્રીય યુવા દિનના રોજ સરસ્વતિ શિશુ મંદિર,શનાળા ખાતે કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ભાણદેવજી (યોગ ગુરુ),પ્રકાશભાઈ ટીપરે (ગુ.રા.યો.બોર્ડના સભ્ય),સુનિલભાઈ પરમાર (શિશુમંદિર નિયામક),મનોજભાઈ ઓગણજા (પ્રમુખ સ્વ.શાળા સં.મં. મોરબી),હિરલબેન વ્યાસ (જિલ્લા યુવા વિકાસ અધિકારી), ડૉ.ભાવેશભાઈ જેતપરિયા(લેખક,સંશોધક,સર્જક),પ્રેમજીભાઈ ડાભી, વિશાલભાઈ સોજીત્રા(યોગકક્ષા ફાઉન્ડેશન રાજકોટ),અનિલભાઈ ત્રિવેદી(સિ.યોગ કોચ),ચિંતનભાઈ ત્રિવેદી(નેચરોથેરાપિસ્ટ),નિલેશભાઈ કુંડારિયા(નિર્મલ સાયન્સ સ્કૂલ),રમણીકભાઇ બરસરા,અશોકભાઈ રંગપરિયા તથા યોગ ચાહકો ઉપસ્થિત રહ્યા હતા. તેમજ યોગકક્ષા ફાઉન્ડેશન તરફથી વાલજીભાઈ ડાભીનું સાલ ઓઢાડીને સ્વાગત કરવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે યોગમય જીવનશૈલી પુસ્તકમાં યોગ,આસન,પ્રાણાયામ,મુદ્રા,બંધ તેમજ રોગ અનુસાર વિવિધ આસન,પ્રાણાયામ અને મુદ્રાનો સમાવેશ કર્યો છે.આજના સમયમાં ઘરે બેસીને પણ આસાનીથી યોગાભ્યાસ કરી શકે તે માટે કલરિંગ ચિત્રો સાથે પદ્ધતિ,સાવધાની તેમજ યોગના વિશેષ ફાયદાઓ દર્શાવેલ છે.આ પુસ્તક બાળકો,યુવાનો,વડીલો તેમજ સ્પર્ધાત્મક માટે ઉપયોગી થાય એ રીતે તૈયાર કરવામાં આવ્યું છે.