અભ્યાસમાં અવ્વલ રહેવાની સાથે ક્લાક્ષેત્રે પણ શાળાનું નામ રોશન કર્યું મોરબી : મોરબીની વીસી ટેક્નિકલ હાઈસ્કૂલ ખાતે આજે સ્વતંત્રતા પર્વની ઉજવણી અંતર્ગત શાળાની વિદ્યાર્થીની ભક્તિ દવેને શ્રેષ્ઠ સ્ટુડન્ટ તરીકેનું બહુમાન આપી પુરસ્કૃત કરવામાં આવી હતી. ગીત, સંગીત, વકતૃત્વ સ્પર્ધાથી લઈ અનેકવિધ પ્રવૃત્તિમાં અગ્રેસર ભક્તિ જતિનકુમાર દવેએ મોરબીની બા શ્રી બાજીરાજબા કન્યા તાલુકા શાળામાં શિક્ષકોની પ્રેરણાથી અભ્યાસ ઉપરાંત કલા, સંગીતમાં નિપુણતા મેળવ્યા બાદ ઉચ્ચ અભ્યાસ વીસી ટેકનિકલ હાઈસ્કૂલમાં કરી ધોરણ 12માં ઝળહળતું પરિણામ મેળવ્યું છે. વધુમાં આજરોજ સ્વતંત્રતા દિવસની ઉજવણી દરમિયાન કુ.ભક્તિ દવેને અભ્યાસની સાથે સાથે ઇતર પ્રવૃત્તિ થકી શાળાનું નામ રોશન કરવા બદલ રોકડ પુરસ્કાર આપી શ્રેષ્ઠ સ્ટુડન્ટનું બહુમાન પ્રાપ્ત થતા શુભકામનાઓ મળી રહી છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..