સરપંચ તરીકે શૈલેષભાઈ પટેલ અને ઉપસરપંચ તરીકે રમેશભાઈ ભાડજાની નિયુક્તિ મોરબી : મોરબી તાલુકાના બંધુનગર ગામની ગ્રામ પંચાયતની ચૂંટણી સમરસ જાહેર કરવામાં આવી છે સમસ્ત ગ્રામજનો દ્વારા આ ગ્રામ પંચાયતને સમસર કરવાનો નિર્ણય જાહેર કરી બધુંનગર ગામના સરપંચ તરીકે શૈલેષભાઈ પટેલ અને ઉપસરપંચ તરીકે રમેશભાઈ ભાડજાની સવાનુમતે નિયુક્તિ કરવામાં આવી છે. મોરબી જિલ્લાની આગામી સમયમાં ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાવાની છે.ત્યારે સમરસ થયેલી ગ્રામ પંચાયતને વધુ વિકાસ કામો માટે ગ્રાન્ટ ફાળવવામાં આવતી હોવાથી મોરબી જિલ્લાની વધુને વધુ ગ્રામ પંચાયતો સમરસ બને તે માટે આગેવાનો દ્વારા અથાક પ્રયાસો કરવામાં આવી રહ્યા છે જેમાં સફળતા મળી છે અને મોરબી તાલુકાના બંધુનગર ગામની ગ્રામ પંચાયતની ચૂંટણી સમરસ જાહેર કરવામાં આવી છે. ગ્રામજનો અને આગેવાનોના સહિયારા સાર્થક પ્રયાસથી ગામ પંચાયતને સમરસ જાહેર કરી બંધુનગર ગામના સરપંચ તરીકે શૈલેષભાઈ પટેલ અને ઉપસરપંચ તરીકે રમેશભાઈ ભાડજા તેમજ 8 સભ્યોની સવાનુમતે વરણી કરવામાં આવી છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..