એન્જીયોગ્રાફી, એન્જિયોપ્લાસ્ટી ( બલુન / સ્પ્રિંગ બેસાડવી), પેસમેકર વગેરે પ્રકારની હદયની સારવારનો લાભ મોરબીવાસીઓને ઘરઆંગણે મળશે મોરબી : મોરબીની જાણીતી આયુષ હોસ્પિટલમાં હવે 24×7 હદયરોગની સારવાર ઉપલબ્ધ બનાવવામાં આવી છે. જેમાં એન્જીયોગ્રાફી, એન્જિયોપ્લાસ્ટી ( બલુન / સ્પ્રિંગ બેસાડવી), પેસમેકર વગેરે પ્રકારની હદયની સારવારનો લાભ દર્દીઓને મળશે. વધુમાં આ હોસ્પિટલમાં દિલ્હી એઇમ્સના અનુભવી ડો. લોકેશ ખંડેરવાલની સેવા પ્રાપ્ત થશે. મોરબી જિલ્લો ખૂબ જ પ્રગતિશીલ જિલ્લો છે. અહીં ઔદ્યોગિક ક્ષેત્રે ખૂબ પ્રગતિ થઈ રહી છે. ત્યારે મેડિકલ ક્ષેત્રે પણ વિકાસ જોવા મળે છે. મોરબીમાં સરકાર દ્વારા મેડિકલ કોલેજને પણ મંજૂરી મળી ગઇ છે. જે ખૂબ સારી બાબત છે. આવા જ એક સમાચાર એ પણ છે કે મોરબીમાં હવે સુપર સ્પેશિયાલીટી હોસ્પિટલ પણ શરૂ થઈ રહી છે. અત્યાર સુધી મોરબીમાં સુપર સ્પેશિયાલિટી ડોક્ટરો વિજીતિંગ તરીકે મહિનામાં એક કે બે વખત જ આવતા હતા. પણ હવે ફૂલ ટાઈમ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ કાર્યરત થઈ છે. જેના ભાગરૂપે હાલ ફૂલ ટાઈમ કાર્ડિયોલોજી ડિપાર્ટમેન્ટ (હદય રોગ માટેનો વિભાગ) મોરબીના જુના બસ સ્ટેન્ડ પાસે આવેલ આયુષ હોસ્પિટલ ખાતે શરૂ કરેલ છે જ્યાં હદયના નિષ્ણાંત ડો. લોકેશ ખંડેરવાલ પોતાની સેવા આપશે. સોમવારથી શનિવાર સવારે 9 થી 1 સાંજે 4 થી 8 આમ ફૂલ ટાઈમ કાર્યરત રહેશે. આ ડોકટર દિલ્હી એઇમ્સનો અનુભવ ધરાવે છે. આયુષ હોસ્પિટલ ડાયરેકટર ડો. ચેતન અઘારા જણાવે છે કે મોરબી જિલ્લામાં સૌ પ્રથમ વખત કેથ લેબની શરૂઆત ઉપલબ્ધ થાય છે. જેમાં હદયને લગતી તમામ બીમારીની સારવાર ઉપલબ્ધ છે. જેવી કે એન્જીયોગ્રાફી, એન્જિયોપ્લાસ્ટી, પેસમેકર વગેરે પ્રકારની હદયની સારવારનો લાભ મોરબીની જનતાને મળશે. અત્યાર સુધી લોકોને રાજકોટ જવું પડતું હતું. રાજકોટ જવા એકથી દોઢ કલાકનો સમય પણ થતો હતો. આ દરમિયાન દર્દી ઉપર પૂરેપૂરું જોખમ પણ રહેતું હતું. પણ હવે આ ભૂતકાળ બન્યું છે. હદયરોગ માટે મોરબીમાં 24×7 સુવિધા ઉપલબ્ધ થઈ ગઈ છે. જેથી અનેક દર્દીઓના જીવ બચશે.