નિયમિત અખાડામાં કસરત કરવા આવતા યુવાનોએ પાલિકા તંત્રને રજુઆત કરી અખાડાની યોગ્ય મરમત કરવાની માંગ કરી મોરબી : મોરબીના વીસી ફાટક પાસે આવેલ આશરે 150 વર્ષ જુના જિમ અખાડાના મકાનની જર્જરિત હાલત થઈ ગઈ છે.તેથી અખાડામાં નિયમિત કસરત કરવા આવતા યુવાનો સહિતના લોકોના જાન પર જોખમ ઉભું થયું છે. આથી યુવાનોએ પાલિકાના ચીફ ઓફિસરને રજુઆત કરીને કોઈ અકસ્માત થાય તે પહેલાં અખાડાની યોગ્ય મરમત કરવાની માંગ કરી છે. મોરબીના વીસી ફાટક પાસે આવેલ 150 વર્ષ જુના અખાડામાં વ્યાયામ કરવા આવતા નિયમિત સભ્યોએ પાલિકાના ચીફ ઓફિસરને લેખિતમાં રજુઆત કરી હતી કે, મોરબીમાં આવેલો વર્ષો જૂનો અખાડો યુવાનો સહિત બુઝુગો માટે શરીર ખડતલ બનાવવા માટે ખૂબ જ ઉપયોગી છે.ભૂતકાળમાં પણ શહેરના અનેક યુવાનો સહિત મોટી વયના લોકો વ્યાયામ કરવા માટે આ જિમ અખાડાનો ઉપયોગ કરતા હતા.હાલ પણ મોટી સંખ્યામાં યુવાનો સહિત બુઝુર્ગો આ અખાડામાં નિયમિત કસરત કરવા આવે છે.પણ ઘણા સમયથી આ આખાડો જર્જરિત બની ગયો છે. અખાડાનું મકાન એટલી હદે ખડીત થઈ ગયું છે કે ગમે ત્યારે જાનહાની થાય તેવી ભીતિ છે.ત્યારે કોઈ મોટી દુર્ઘટના બને તે પડેલા જ આ અખાડાનું યોગ્ય રીતે સમારકામ કરવાની તેમણે ચીફ ઓફિસર સમક્ષ રજૂઆત કરી છે. આપણું મોરબી..આપણો રેડીઓ.. Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો.. Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો.. https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne