મોરબી: વૃંદાવન ધામ, કેનાલ ચોકડી રોડ ખાતે આયોજિત ભાગવત કથામાં રૂક્ષ્મણી વિવાહનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં રૂક્ષ્મણીનુ પાત્ર પ્રભુભાઈ મહાદેવભાઇ કોટડિયાની પુત્રીએ ભજવ્યું હતુ. ભાગવત સપ્તાહમાં રૂક્ષ્મણી વિવાહના આ પ્રસંગે ગોપીઓ ભાવવિભોર થઇ હતી. ભક્તિપૂર્ણ તેમજ દિવ્ય વાતાવરણમાં ગોપીઓમાં હરખની હેલી ઉમટી હતી. ભાગવત સપ્તાહનું આયોજન વૃંદાવન ધામ ગોપી મંડળ દ્વારા કરવામાં આવ્યું હતું. જેમાં કથાનું રસપાન કિશોરદાસ મહારાજે કરેલું હતું. મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en