મોરબી : મોરબીની પી. જી. પટેલ કોલેજ તથા લિયો ક્લબના સહયોગથી SPના હસ્તે ગરમ કપડાંનું વિતરણ કરવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે 10 દિવસ પહેલા પી. જી. પટેલ કોલેજ તથા લિયો ક્લબ દ્વારા ગરીબોના લાભાર્થે શહેરની સ્કૂલ તથા કોલેજના વિદ્યરાઠીઓ પાસેથી જુના તથા ગરમ કપડાંનું કલેક્શન કરવામાં આવ્યું હતું. જેમાં પટેલ સ્કૂલ, ૐ શાંતિ વિદ્યાલય અને પી. જી. પટેલ કોલેજના વિદ્યાર્થી સહીત એક એજન્સીના ઓનર તુષારભાઈ દફતરીએ કપડાં, રમકડાં જેવી વસ્તુઓ એકઠી કરી હતી. ત્યારબાદ ગઈકાલે ગરીબોને તેનું વિતરણ કરવામાં આવ્યું હતું. સૌ પ્રથમ કોલેજના ટ્રસ્ટી અને સ્થાપક દેવકરણભાઇ આદ્રોજા અને તેમના પત્નીના હસ્તે વિસાર ગામની આજુબાજુના ઝૂપંડપટ્ટી વિસ્તારમાં કપડાંનું વિતરણ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ ગઈકાલે એસ.પી. ડો. કરણરાજ વાઘેલાના જન્મદિવસ નિમિત્તે કોલેજના પ્રિન્સિપાલ ડો. રવિન્દ્ર ભટ્ટ તેઓની શુભેચ્છા મુલાકાતે ગયા હતા. ત્યારે ડો. કરણરાજ વાઘેલાને આચાર્યએ કોલેજ પરિવાર વતી એસ.પી. આ ઉમદા કાર્યમાં જોડાય તેવી ઈચ્છાને તેઓએ સહર્ષ સ્વીકારી ગરીબોને ગરમ કપડાંનું વિતરણ કરી આ કાર્યમાં સહભાગી બન્યા હતા. તેમજ તેઓએ જન્મદિવસની પ્રેરણાદાયી ઉજવણી કરી હતી. આ કાર્યને સફળ બનાવવા માટે સફળ બનાવવા માટે યંગ ઇન્ડિયા ગ્રુપના સભ્યોએ પી. જી. પટેલ કોલેજના સ્ટાફ અને લિયો ક્લબના સભ્યોને સહયોગ આપ્યો હતો.