મોરબી : મોરબીના ગાલા રોડ પર આવેલી કેરોવિટ ગ્લોબલ પ્રાઈવેટ લિમિટેડ કંપની દ્વારા આજે 5મી જૂને વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવી. આ દરમ્યાન પ્લાન્ટ જનરલ મેનેજર દ્વારા કર્મચારીઓમાં પર્યાવરણ અંગે જાગૃતતા લાવવા અંતર્ગત આ ઉજવણી કરવામાં આવી હતી. આ દરમ્યાન આપણે પર્યાવરણનું રક્ષણ કરીને પૃથ્વીને કેવી રીતે બચાવીએ છીએ તે અંગે પ્લાન્ટ જનરલ મેનેજર દ્વારા જણાવવામાં આવ્યું. ઉપરાંત કર્મચારીઓએ કંપનીની હદમાં વૃક્ષારોપણ કર્યું હતું અને પર્યાવરણની જાળવણીમાં નિયમિત યોગદાન આપવાના શપથ લીધા હતા.