મોરબી : સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્રારા તાજેતરમાં બી.કોમ. સેમેસ્ટર 6 (ન્યુ કોર્ષ)નું 31.57% જેટલું રીઝલ્ટ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં મોરબીની શિક્ષણ અને સંસ્કાર ક્ષેત્રે હરહંમેશ અગ્રેસર એવી શ્રી કડવા પાટીદાર કન્યા કેળવણી મંડળ સંચાલિત શ્રીમતી આર.ઓ. પટેલ મહિલા કોલેજનું ઈંગ્લીશ મિડીયમનું રીઝલ્ટ 97% જેટલું રેકોર્ડબ્રેક અને ગુજરાતી મિડીયમનું રીઝલ્ટ 70% જેટલું મેળવી તેમજ આમ એકંદરે બન્ને સાથે મળીને કોલેજનું 81.20% જેટલું રીઝલ્ટ મેળવીને B Com. Sem 5, 3, અને 1 બાદ સેમેસ્ટર 6 માં પણ યુનિવર્સિટી કક્ષાએ તથા મોરબી જિલ્લામાં કોમર્સ કોલેજનો દબદબો જાળવી રાખી સંસ્થા અને કોલેજ પરીવારનું ગૌરવ વધાર્યું છે. છેલ્લાં 6 વર્ષોથી આવા ઝળહળતાં રીઝલ્ટ માટે ક્વોલિટી બૈઝ્ડ એજ્યુકેશન આપીને સૌરાષ્ટ્રની એક અગ્રણી અને નામાંકિત કોમર્સ કોલેજ તરીકે ઉભરી આવી છે. કોલેજમાં પ્રથમ નંબરે ચંદારાણા દ્રષ્ટિ સુનિલભાઈ 3630/4400, બીજા નંબરે લાડાણી પરિધી પંકજભાઈ 3438/4400, ત્રીજા નંબરે ચનિયારા જીંકલ હરેશભાઈ 3377/4400, ચોથા નંબરે વડગાસીયા રીધ્ધિ જીતેશભાઇ 3375/4400 તથા પાંચમા નંબરે વડાવીયા પૂજા પ્રવિણભાઇ 3369/4400 માર્કસ મેળવી સંસ્થા અને કોલેજ પરીવારનું નામ સમગ્ર સૌરાષ્ટ્રભરમાં ગુંજતું કર્યું છે. તદુપરાંત Management Accounting વિષયમાં ચંદારાણા દ્રષ્ટિ, ચનિયારા જીંકલ, ટૂંડિયા દિવ્યા એ 100 માંથી 100 માર્ક મેળવી Accounting વિષયમાં સોનેરી સિધ્ધિ પ્રાપ્ત કરી છે . તેમજ Business Mathematics and Statistics વિષયમાં દેરાસરી દેવાંશી અને સાવરિયા આરતી એ 70 માંથી 70 માર્ક મેળવી Business Mathematics and Statistics વિષયમાં સોનેરી સફળતા હાંસલ કરી છે. આમ કુલ 223 વિધાર્થિનીઓ માંથી 164 વિધાર્થિનીઓ એટલે કે 73.50% વિધાર્થિનીઓએ ફર્સ્ટ ક્લાસ (60% થી વધુ) મેળવીને કોલેજની યશકિર્તી વધારી વધુ એક અદ્વિતીય સિદ્ધીનો ઉમેરો કર્યો છે. શિક્ષણનું માર્કેટિંગ નહીં પણ શિક્ષણનું જતન આ સંસ્થા અને કોલેજનો હંમેશને માટે મૂળમંત્ર છે. ઉચ્ચ શિક્ષણની ગુણવત્તા સુધારવા માટેની નવીનત્તમ પધ્ધતિઓ સ્વીકારવા કોલેજનો સ્ટાફ હરહંમેશા પ્રયત્નશીલ રહે છે. આથી, સર્વે વિધાર્થીનીઓને કડવા પાટીદાર કન્યા કેળવણી મંડળના પ્રમુખ શ્રી બેચરભાઈ હોથી, ઉપપ્રમુખ શ્રી વલમજીભાઈ અમૃતિયા, કોલેજના પ્રિન્સિપાલ શ્રી અશ્વિનભાઈ ગામી, કોમર્સ વિદ્યાશાખાના હેડ ઑફ ડિપાર્ટમેન્ટ મયુરભાઈ હાલપરા તથા કોમર્સ વિદ્યાશાખાના સર્વે સ્ટાફગણ તરફથી વિધાર્થિનીઓને શૈક્ષણિક અને બિનશૈક્ષણિક પ્રવૃત્તિઓમાં આવી જ ઉત્તરોતર ઉન્નતિ કરી પરિવારનું ગૌરવ વધારીને સમાજ તેમજ રાષ્ટ્ર ઉપયોગી કામગીરી કરે તેવી શુભેચ્છા પાઠવવામાં આવી છે. [gallery ids='100674,100675,100676,100678,100679']