મોરબી : મોરબી શહેરના સામાકાંઠે આવેલ ઉમા ટાઉનશીપ પાછળ આદર્શ સોસાયટીમાં રહેતા ગોવર્ધન ગૂરૂબાડી પેન્થોઈ ઉ.62 નામના વૃદ્ધ સુતા બાદ સવારે ઉઠાડવા જતા તેઓ બેભાન અવસ્થામાં હોય મોરબી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવતા ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યા હતા.બનાવ અંગે મોરબી સીટી બી ડિવિઝન પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.