મોરબી : તાજેતરમાં ખેડબ્રહ્મા મુકામે રાજય કક્ષાનો યુવા ઉત્સવ ૨૭,૨૮ ડીસેમ્બરના રોજ યોજાયો હતો જેમાં મોરબીના યુવા કવિ જનાર્દનભાઈ દવે 'અઘોરી'એ સાહિત્ય વિભાગની ગઝલ - શાયરી લેખન અને પાદપૂર્તી એમ બંન્નેમાં સમગ્ર ગુજરાત રાજ્યમાં દ્વિતિય નંબર મેળવી પુસ્તક પરબ, સાહિત્ય સ્પંદન, સમગ્ર મોરબી શહેર તેમજ મધ્ય ગુજરાત ઝોનનું ગૌરવ વધાર્યું છે.