મોરબી : મોરબીના યુવા એડવોકેટ મયુર પી. પૂજરાએ પોતાના જન્મદિવસની પ્રેરણાદાયી ઉજવણી કરી હતી. મોરબીના પુલો નીચે ઝૂંપડામાં રહેતા ગરીબ પરિવારના બાળકો સાથે જન્મદિવસની ઉજવણી કરી બાળકોને ખુશ કરી દીધા હતા. ત્યાર બાદ યદુનંદન ગૌશાળામાં યથાશક્તિ યોગદાન આપી ગૌસેવા કર્યાનો આત્મસંતોષ પણ મેળવ્યો હતો. યુવા એડવોકેટની આ પ્રેરણાદાયી પહેલને તેમના સહકર્મી વકીલો તેમજ મિત્રવર્તુળ તેમજ સ્નેહીઓએ આવકારી તેઓને જન્મદિવસની શુભકામનાઓ પાઠવી હતી.