મોરબી : મોરબીના વાવડી રોડ પર વરસાદ બાદ ઠેર ઠેર રસ્તા પર ખાડાઓ પડી જવાથી છેલ્લા ઘણા સમયથી બિસ્માર રસ્તાના કારણે સ્થાનિકોને અનેક મુસીબતોનો સામનો કરવો પડે છે. સાથે અનેક જગ્યાએ ગંદકીના ગંજથી રોગચાળો ફાટી નીકળવાની ભીતી સર્જાઈ છે. સાથે કપરી પરિસ્થિતિમાંથી લોકો પસાર થવાના કારણે ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. વાવડી રોડ પર ઠેર ઠેર પાણી ભરાઈ જવાના કારણે રોગચાળો ફેલાવવાનો ભય રહે છે. તથા રસ્તા પર ખુલ્લા ગટરના ઢાંકણા અકસ્માત સર્જાય તેવી પરિસ્થિતિમાંથી વચ્ચે વાહનચાલકો રાહદારીઓ પસાર થઇ રહ્યા છે. ત્યારે વહેલી તકે પાણીનો નિકાલ અને રોડ પર લેવલીંગ કરી આપવાની લોકમાંગ ઉઠી છે.