મોરબી : મોરબીના જૈન અગ્રણીના જન્મદિવસે વર્ધમાન સોસાયટી નૂતન જીનાલયમાં ભગવાન મહાવીર સ્વામીની ભવ્ય રજવાડી આંગી રચવામાં આવી હતી. મોરબીમાં જૈન તપગચ્છ સંઘ દરબાર ગઢ સંચાલિત વર્ધમાન સોસાયટી નૂતન જીનાલયમાં રોનક અશોકભાઈ કોઠારી અને આશાબેન અશોકભાઈ કોઠારીના જન્મદિને મૂળનાયક ભગવાન મહાવીર સ્વામીની ભવ્ય રજવાડી આંગી રચવામાં આવી હતી. જેના દર્શનનો મોટી સંખ્યામાં ભાવિકોએ લાભ લીધો હતો.