મોરબી : મોરબી સીટી એ ડિવિઝન પોલીસે પેટ્રોલિંગ દરમિયાન શહેરના વાલ્મિકીવાસ વિસ્તારમાં જાહેરમાં જુગાર રમી રહેલા આરોપી દિનેશભાઇ લાભુભાઈ વાઘેલા, શ્યામભાઈ ભુપતભાઇ સોલંકી અને આરોપી સુજલભાઈ શૈલેષભાઇ ઝાલા રહે.ત્રણેય વાલ્મિકીવાસ, મોરબી વાળાઓને રોકડા રૂપિયા 12,500 સાથે તીનપતિનો જુગાર રમતા ઝડપી લઈ જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.