મોરબી : ઘુંટુ ઔધોગિક પેટા વિભાગ હેઠળ તારીખ 11/01/2025 ના રોજ મેઇન્ટનન્સની કામગીરી માટે સ્પેરોન ઇન્ડ. તથા મધુવન ખેતીવાડી ફીડર સવારે 9 થી સાંજે 5 વાગ્યા સુધી બંધ રહેશે. જેથી આ ફીડર હેઠળના વિસ્તારોમાં વીજ કાપ રહેશે. આ ફીડરમાં આવતા તમામ રહેણાક, વાણિજ્ય ખેતીવાડી તેમજ ઔદ્યોગિક (એચ.ટી), વીજજોડાણોમાં વીજ પુરવઠો બંધ રહેશે. કામગીરી પૂર્ણ થયે કોઈ પ્રકારની જાણ કર્યા વગર વીજ પુરવઠો ચાલુ કરવામાં આવશે.