કાર સાઈડમાં ઉભી રાખી સમાન ગોઠવતી મહિલાને અજાણ્યો ટ્રેઇલર ચાલક ઠોકરે ચડાવી નાસી છૂટ્યો : મોરબી : મૂળ ધારી જિલ્લાના હાલ રાજકોટ રહેતું પરિવાર રાજકોટથી કારમાં માતાના મઢે દર્શનાર્થે જઈ રહ્યું હતું ત્યારે મોરબી માળીયા હાઇવે પર સોખડા ગામના પાટિયા પાસે કારમાં સમાન વ્યવસ્થિત ગોઠવતા સમયે કોઈ અજાણ્યો ટ્રેઇલર ડ્રાઈવર મહિલાને ઠોકરે ચડાવી નાસી છૂટતા ઘાયલ મહિલાને હોસ્પિટલ ખસેડાયા છે. રાજકોટના માધાપર ચોકડી નજીક ડ્રિમ વીલા બિલ્ડિંગમાં રહેતા 42 વર્ષીય રમેશભાઈ ભીખુભાઇ મહેતાએ મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે કે તેઓ પરિવાર સાથે 1 માર્ચના રોજ માતાના મઢે જઇ રહ્યા હતા ત્યારે મોરબી-માળીયા હાઇવે પર સોખડા ગામના પાટીયા પાસે પોતાની કાર નંબર GJ 03 KC 4299 સાઈડમાં ઉભી રાખીને સવારે આઠેક વાગ્યાના અરસામાં સાથે રહેલા પત્ની બીનાબેન ડ્રાઇવર સાઈડની પાછળની સીટમાં થેલા ફેરવતા હતા એ દરમ્યાન કોઈ અજાણ્યો ટ્રેઇલર ચાલક પુરપાટ વેગે ઘસી આવ્યો હતો અને બીનાબેનને હડફેટે લઈ જમણા પગે, જમણા હાથે કાંડા સહિત માથા અને પાંસળીમાં ઇજા કરી નાસી છૂટ્યો હતો. બનાવની તાલુકા પો. સ્ટે.માં ફરિયાદ નોંધાતા એ.એસ.આઈ. આર.બી.વ્યાસે અકસ્માત કરી નાસી છૂટેલા ડ્રાઇવરના સગડ મેળવવા તપાસ આદરી છે.