મોરબી : મોરબી શહેરના અર્બન હેલ્થ સેન્ટર- સો-ઓરડી ખાતેના રસીકરણ કેન્દ્રની અધિકારીઓ અને પદાધિકારીઓએ મુલાકાત લીધી હતી. જેમાં મામલતદાર રૂપાપરા, નગરપાલીકાના સદસ્ય કેતનભાઇ વિલપરા, ગીરીરાજસિંહ ઝાલા, સુરેશભાઇ સિરોહીયા, મનસુખભાઇ બરાસરા ઉપસ્થીત રહ્યા હતા. ઉપસ્થીત પદાધીકારીઓ તથા મેડીકલ સ્ટાફ તથા આશા વકેર બહેનો સાથે કોવેકસીનના ફાયદા બાબતે ચર્ચા કરવામા આવી. અને વધુ લોકો વેકસીન મુકાવે તે બાબતે જનજાગ્રુતી માટે લોકોની મુલાકાત લેવા અને લોકોને સમજુત કરવા સુચનાઓ આપવામા આવી હતી. આ મુલાકાત વેળાએ ૫૦ વ્યક્તીઓને વેક્સીન પણ મુકવામા આવેલ હતી. આ વેળાએ આરોગ્યની ટીમમાં મેડિકલ ઓફિસર ડો.એ.એન. ખોરજિયા, ફિમેલ હેલ્થ વર્કરમાં મેહજલીન વડાલિયા, સૂફીયા શેરસિયા, આરેફા કડીવાર, રિદ્ધિ ચૌહાણ,મેઈલ હેલ્થ વર્કરમાં યોગેશ રાઠોડ, જુનેદ વડાવીયા, આશિફ્ બાદી, તનજીમ શેરસિયા, અજય વાઘેલા તેમજ આશાવર્કરો ઉપસ્થિત રહ્યા હતા.