મોરબીના સામાકાંઠે દેશી દારૂના જંગી જથ્થા સાથે મહિલા ઝડપાઇ, અન્ય એક શખ્સ સ્કોર્પિયો મૂકીને નાશી છૂટ્યો મોરબી : મોરબીના સામાકાંઠે દેશી દારૂના જંગી જથ્થા સાથે બી ડિવિઝન પોલીસે એક મહિલાને ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. જ્યારે અન્ય એક શખ્સ સ્કોર્પિયો મૂકીને નાશી છૂટતા તેને પકડી પાડવાની તજવીજ હાથ ધરાઈ છે. પ્રાપ્ત થતી વિગત મુજબ મોરબીના સામાંકાંઠે લખધીરપુર રોડ ઉપર ગ્રાન્ડ વૈભવ હોટેલ સામે દેશી દારૂ 950 લીટર કિંમત રૂ. 19 હજાર સાથે શોભનાબેન નવઘણભાઈ હમીરપરા ઉ.વ.37ને બી ડિવિઝન પોલીસે ઝડપી પાડ્યા હતા. જ્યારે આ દરોડામાં મહેશભાઈ બેચરભાઈ સારલા નામનો શખ્સ તેની સ્કોર્પિયો કાર મૂકીને નાશી છૂટ્યો હતો. આ બન્ને સામે ગુનો નોંધીને બી ડિવિઝન પોલીસે આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.