મોરબી : મોરબીના રફાળેશ્વર ગામ નજીક ટેઇલર અને ડમ્પર વચ્ચે અકસ્માત થતા બે વ્યક્તિના મોત નિપજ્યા છે. આ મામલે પોલીસે નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. પ્રાપ્ત થતી વિગત મુજબ રફાળેશ્વર ગામ નજીક બોસ સીરામીકની સામે ડમ્પર ટેઇલરના પાછળના ભાગે ભટકાતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં ડમ્પર ચાલક દલસુખભાઈ સોમાભાઈ વાઘેલા રહે. દેવસર તા. ચોટીલા અને ટેઇલર ચાલક ગુડુભાઈ જવાહરરાય યાદવ ઉ.વ.૨૦નું મોત નીપજ્યું હતું.