મોરબી : ઇન્દિરાનગરમાં રહેતા એક યુવાને કોઈ અગમ્ય કારણોસર પાડા પુલ પરથી છલાંગ લગાવતા ગંભીર ઈજાઓ પહોંચતા સ્થળ પર જ તેનું કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. આ બનાવ અંગે મોરબી બી. ડિવિઝન પોલીસને જાણ થતા ઘટના સ્થળે ધસી જઇ લાશને પીએમ માટે મોકલવાની તજવીજ હાથ ધરી છે. આપઘાત કરવા પાછળનું કારણ જાણવા આગળની તપાસ ચાલુ કરી છે. બનાવ બનાવની પોલીસમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ મોરબીના ઇન્દિરાનગરમાં રહેતો રમેશ બાવજીભાઈ ભંખોડીયા ઉં. વ.૧૯ નામનો યુવાન આજે સવારે પાડા પુલ પર પહોંચ્યો હતો જ્યાં તેણે પુલ પરથી નીચે પડતું મુકતા તેનું કમકમાટીભર્યું મોત નીપજયું હતું. બનાવ અંગે મોરબી બી ડિવિઝન પોલીસ મથકના આઈ.ટી. જામ વધુ તપાસ ચલાવી રહ્યા છે.