મોરબી : આવતીકાલે તારીખ 17-10-2024 ને ગુરૂવારના રોજ નવી લાઈનના કામ તથા મેન્ટેનન્સની કામગીરી કરવાની હોવાથી PGVCLના મોરબી ઇન્ડ. પેટા વિભાગ હેઠળ આવતા 11 કેવી મહેન્દ્રનગર ઇન્ડ. ફીડરમાં સવારે 8 થી બપોરના 2 કલાક સુધી વીજકાપ રહેશે. જેની આ ફીડરમાં આવતા તમામ વિજ ગ્રાહકોએ નોંધ લેવા જણાવાયું છે.આ ફીડર હેઠળ આવતા ટિમ્બડીના પાટીએથી માળિયા ફાટક સુધીના તમામ ઇન્ડસ્ટ્રીયલ કનેક્શન, સોમનાથ પાર્ક સોસાયટી, રામધન આશ્રમ, સમર્પણ હોસ્પિટલ, શિવમ હોસ્પિટલ, પ્રભુ કૃપા ટાઉનશિપ, સુભાષ પાર્કમાં તમામ ઇન્ડસ્ટ્રીયલ કનેક્શન તથા મહેન્દ્રનગર ઇન્દિરા નગર વગેરે વિસ્તારમાં પાવર સપ્લાય બંધ રહેશે.