મોરબી : મોરબીના ખત્રીવાડ વિસ્તરમાં એલસીબીએ બાતમીના આધારે ગતરાત્રે દોરડો પાડી બે શખ્સોને 180 ઈંગ્લીશ દારૂની બોટલ સાથે ઝડપી લીધા હતા.આ બન્ને શખ્સોએ પોલીસ સમક્ષ આ દારૂની બોટલો બુટલેગરની પાસે વેચાણ કરવા લીધી હોવાની કબુલાત આપી હતી. આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર મોરબી જિલ્લા પોલીસ વડા ડો.કરનરાજ વાઘેલાના માર્ગદર્શન હેઠળ એલસીબીને પીઆઇ વી.બી.જડેજા તથા પીએસઆઈ આર.ટી.વ્યાસે દારૂની બદીને નાબૂદ કરવાની સ્ટાફને સૂચના આપી હતી.જેના અનુસંધાને તપાસ ચલાવતા એલસીબી સ્ટાફના યોગીરાજસિંહ જાડેજા અને સહદેવસિંહ જાડેજાની ખાનગીરાહે બાતમી મળી હતી કે, મોરબીના ખત્રીવાડમાં ઈંગ્લીશ દારૂનો જથ્થો સંતાડેલો છે.તે બાતમીના આધારે એલસીબી સ્ટાફ ગતરાત્રે મોરબીના ખત્રીવાડમાં ત્રાટકયો હતો અને 180 ઈંગ્લીશ દારૂની બોટલ કિંમત રૂ.54 હાજર સાથે આરોપી રાજેશભાઇ મનહરલાલ ત્રિવેદી રહે મોરબી ખત્રીવાડ, દરબાર ગઢ રોડ તથા રવિભાઈ રાજેશભાઇ પરમાર રહે મોરબી પારેખ શેરી વાળાને ઝડપી લીધા હતા.આ બન્ને શખ્સોએ પોલીસ સમક્ષ આ ઈંગ્લીશ દારૂનો જથ્થો દીપકભાઈ વિઠલભાઈ રહે મોરબી ખોખણી શેરી વાળા પાસે વેચાણ માટે આપ્યો હોવાની કબૂલાત આપી હતી.આથી એલસીબીએ ત્રણેય શખ્સો સામે પ્રોહીબિશન હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.