નગર દરવાજા પોલીસ ચોકીની ટીમે બાતમીના આધારે રહેણાક મકાનમાં દરોડો પાડી 335 બોટલ વિદેશી દારૂનો જથ્થો જપ્ત કર્યોમોરબી : મોરબીમાં પ્રોહીબીશનની બદી નેસ્તનાબુદ કરવા માટે ઉચ્ચ અધિકારીઓની સુચના અન્વયે મોરબી સિટી એ ડીવીઝન પોલીસની ટીમ સઘન ચેકિંગમાં હતી. તે દરમિયાન નગર દરવાજા પોલીસ ચોકીના પીએસઆઈ જે. વી. ઝાલાને બાતમી મળી હતી કે, કબીર ટેકરી શેરી નં 02, મફતીયા પરા ચાનીયા જમાતખાના પાસે આવેલ એક મકાનમાં વિદેશી દારૂનો જથ્થો વેચાણ અર્થે છુપાવવામાં આવ્યો છે.આ બાતમીના આધારે પોલીસે દરોડો પાડતા રહેણાક મકાનમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની 750 ML ની 295 બોટલો અને 180 ML ની 40 બોટલો મળી કુલ 2,99,353.46 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. જોકે, રેઇડ દરમિયાન મકાનમાં આરોપીઓ હાજર મળી આવ્યા ન હતા. પોલીસે આ મામલે સાહિલ સીદીકભાઈ ચાનીયા (રહે. વાઘપરા શેરી નં-12, મોરબી) અને જયદીપસિંહ મહોબતસિંહ ઝાલા (રહે. પરસોત્તમ ચોક કાલીકા પ્લોટ, મોરબી) વિરુદ્ધ પ્રોહીબીશન એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.આ કામગીરી બોર્ડર રેંજ ભુજના આઈજી ચીરાગ કોરડીયા, મોરબી એસપી મુકેશકુમાર પટેલ અને ડીવાયએસપી જે. એમ. આલના માર્ગદર્શન હેઠળ મોરબી સિટી એ ડીવીઝન પીઆઈ વાય. બી. જાડેજા, નગર દરવાજા ચોકીના પીએસઆઈ જે. વી. ઝાલા, સર્વેલન્સ પીએસઆઈ જે. સી. ગોહીલ તેમજ નગર દરવાજા અને સર્વેલન્સ સ્ટાફ દ્વારા કરવામાં આવી હતી.#Morbi #MorbiUpdate #MorbiPolice #LiquorSeized #CrimeNews #GujaratPolice #MorbiCity #ADivisionPolice