મોરબી : મોરબી સીટી એ ડિવિઝન પોલીસે પેટ્રોલિંગ દરમિયાન શહેરના કબીર ટેકરી વિસ્તારમાં બાતમીને આધારે જાહેરમાં રમાઈ રહેલા જુગાર પર દરોડાની કાર્યવાહી કરતા જુગારીઓમાં નાસભાગ મચી ગઇ હતી.દરોડા દરમિયાન આરોપી રવિ રમેશભાઈ અગેચણિયા રહે.કબીર ટેકરી શેરી નંબર -3 વાળો રોકડા રૂપિયા 3200 સાથે ઝડપાઇ ગયો હતો.જ્યારે દરોડા સમયે આરોપી હાજીભાઈ મુસાભાઈ ખુરેશી, જુનેદ ખુરેશી અને રવિ ડોડીયા રહે.ત્રણેય કબીર ટેકરી વાળાઓ નાસી જતા એ ડિવિઝન પોલીસે નાસી ગયેલા આરોપીઓને ઝડપી લેવા તજવીજ હાથ ધરી ચારેય આરોપીઓ વિરુદ્ધ જુગારધારા મુજબ કાર્યવાહી હાથ ધરી હતી.