મોરબી : નવ નિર્વાચિત સંસદ મોહનભાઈ કુંડારીયા તેમજ વિનોદભાઈ ચાવડાનો લોકસભા ચૂંટણીમાં જંગી બહુમતીથી વિજય થતા જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ-મોરબી તથા જિલ્લાના તમામ ઘટક સંઘો દ્વારા જિલ્લા પ્રાથમિક શિક્ષક પરિવાર વતી સાંસદ મોહનભાઈ કુંડારીયા અને જિલ્લા ભાજપ પ્રમુખ રાધવજી ભાઈ ગડારા તેમજ મહિલા જિલ્લા ભાજપ પ્રમુખ મંજુલાબેન દેત્રોજાની શુભેચ્છા મુલાકાત લઈ મોં મીઠા કરાવી અભિવાદિત કરવામાં આવ્યા હતા. આ તકે શિક્ષક સંગઠનના કાર્યો તેમજ આધિકારીક હકો પરત્વે સાંસદ તેમજ જિલ્લા નેતૃત્વ તરફથી સંપૂર્ણ સહકારનો વિશ્વાસ વ્યક્ત કરવામાં આવ્યો હતો. આ શુભેચ્છા મુલાકાત વેળાએ જિલ્લા પ્રાથમિક શિક્ષક પરિવાર વતી ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ-ગાંધીનગરના ઉપપ્રમુખ શૈલેષભાઇ બી.સાણજા, જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ મણિલાલ વી.સરડવા, જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના કોષાધ્યક્ષ ચંદુભાઈ કાનાણી, મોરબી તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ સંદીપભાઈ બી.આદ્રોજા, મહામંત્રી અશ્વિનભાઈ આર.દલસાણીયા, મોરબી શહેર સંઘના પ્રમુખ શિવલાલભાઈ કાવર, માળિયા તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ દિનેશભાઈ આર.હુંબલ, વાંકાનેર તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના મહામંત્રી દલાભાઈ કે.વાઘેલા, રાજ્ય પ્રતિનિધિ અને મોરબી ટીચર્સ 108ના પ્રમુખ હર્ષદભાઈ મારવણીયા તેમજ મોરબી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના કાર્યાલય મંત્રી શૈલેષભાઇ ઝાલરીયા ઉપસ્થિત રહ્યાં હતાં અને સાંસદને અભિનંદન પાઠવ્યા હતાં. [gallery ids='56864,56865']