મોરબી : મોરબીના બગથળા નજીક ટ્રેકટર પલટી મારતા ટ્રેક્ટર ચાલક ખેડૂતનું મોત નીપજ્યું છે. આ મામલે પોલીસે નોંધ કરી જરૂરી કાર્યવાહી હાથ ધરી છે. પ્રાપ્ત થતી વિગત મુજબ મોરબીના થોરાળા ગામે રહેતા ખેડૂત મયુરભાઈ પ્રભુભાઈ દેત્રોજા ઉ.વ.૨૪ તેમની વાડીએથી ટ્રેક્ટરમાં પરત ફરી રહ્યા હતા. તે વેળાએ બગથળા ગામ નજીમ ટ્રેકટર પલટી મારી ગયુ હતું. જેમાં ખેડૂત ટ્રેકટર નીચે દબાઈ જતા તેઓનું મોત નીપજ્યું હતું.