મોરબી : મોરબી જિલ્લામાં શાંતિ પૂર્ણ માહોલમાં મતદાન પૂર્ણતાના આરે પોહચ્યું છે. હવે બસ થોડી મિનિટો મતદાનમાં બાકી રહી છે. સાંજે પાંચ વાગ્યે મતદાન પૂર્ણ થઈ જશે. જોકે મોરબી જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેકટર આઈ.કે.પટેલ સાહેબે એક યાદીમાં જણાવ્યું છે કે જે મતદાન મથક પર પાંચ વાગ્યા સુધીમાં જે મતદારો અંદર આવી ગયા હશે. તેને પાંચ વાગ્યા બાદ પણ જેટલા મતદારો કેન્દ્ર અંદર હશે તેને મતદાન કરવા દેવામાં આવશે. જેની મોરબી જિલ્લાના દરેક મતદારોએ નોંધ લેવા જણાવાયું છે.