મોરબી : યોગઋષિ રામદેવજી મહારાજ પ્રેરિત પતંજલિ યોગ સમિતિ મોરબી દ્વારા યોગ શિક્ષક બનાવમાં માટે નિઃશુલ્ક પ્રશિક્ષણ આપવામાં આવી રહ્યું છે. પતંજલિ યોગ સમિતિ મોરબી દ્વારા સંસ્કાર બ્લડ બેન્ક જીઆઇડીસી ખાતે તા.૧૬ ડીસેમ્બરથી ૫ જાન્યુઆરી સુધી સહયોગશિક્ષક પ્રશિક્ષણ શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં બહોળી સંખ્યામાં લોકો ભાગ લઈ રહ્યા છે, આ શિબિરમાં જોડાઈ આપ પણ યોગ શિક્ષક બની પદ્ધતિસરની તાલીમ નિઃશુલ્ક મેળવી શકો છો. વધુમાં આ સહયોગ શિક્ષક પ્રશિક્ષણ શિબિરમાં જોડાવા માટે રણછોડભાઈ જીવાણી મો. ૯૯૦૯૨૦૨૮૩૩, નરસીભાઈ અંદરપા મો.૯૮૯૮૩૨૦૨૩૩, સંજયભાઈ રાજપરા મો.૯૮૨૫૩૨૯૭૨૨ અથવા ભારતીબેન રંગપરિયા મો.૯૮૨૫૭૨૫૨૨૨ નો સંપર્ક સાધવા યાદીમાં જણાવાયું છે.