મોરબી : મોરબી શહેરના રવાપર રોડ ઉપર કાલિકા પ્લોટ નજીક પોતાના ઘર પાસે ચાલતા - ચાલતા પડી ગયેલા ઉદયભાઈ સોમાભાઈ મકવાણાને માથામાં ઇજાઓ પહોચતા સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યા હતા જ્યાં સારવાર દરમિયાન મૃત્યુ નિપજતા મોરબી સીટી એ ડિવિઝન પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.