આઠ દુકાન અને પાંચ મકાનમાં હાથફેરો કરી જતા તસ્કરો : તસ્કરો સીસીટીવીમા કેદમોરબી : મોરબી જિલ્લામાં શિયાળાની ઠંડીનો લાભ લઇ તસ્કરો બેફામ બન્યાના સ્પષ્ટ સંકેતો વચ્ચે ગતરાત્રીના મોરબીના વાવડી ગામે એક સાથે આઠ દુકાન અને પાંચ મકાનમાં તસ્કરોએ સામુહિક ચોરી કરતા ખળભળાટ મચી જવા પામ્યો છે.બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબીના નાની વાવડી ગામે કબીર આશ્રમ નજીક આવેલ સતનામ કોમ્પ્લેક્સની દુકાનો અને બાજુમાં આવેલ ભક્તિનગર સોસાયટીમા પાંચ મકાનમાં તસ્કરોએ મહેમાનગતિ કરી નાની મોટી રકમની ચોરી કરી પોલીસને પડકાર ફેંક્યો હોવાનું સામે આવ્યું છે. વધુમાં તસ્કરોએ ભક્તિનગર સોસાયટીમાં વિશાલભાઈ રાજેશભાઇ લાંઘણોજાના મકાનમાંથી 3500 રોકડા અને 3500ના સાકળા ચોરી ગયા હતા.આ ઉપરાંત વિજયભાઈ વાળાના મકાનમાંથી તસ્કરો બુટ ચોરી ગયા હતા. તો અશ્વિનભાઈના ગોડાઉનમાંથી તસ્કરો મોજા, ચડ્ડી અને ચપ્પલ સહિતના સામાન ઉપાડી ગયા હતા. આ ઉપરાંત અશોકભાઈ ભાણજીભાઈ ચાવડાના બંધ મકાનને તસ્કરોએ તાળા તોડયા હોવાનું સામે આવ્યું છે.બીજી તરફ સામુહિક ચોરી કરવા આવેલ તસ્કરોએ સતનામ કોપ્લેક્સમાં આવેલ મહાદેવ પ્રોવિઝન સ્ટોરના તાળા તોડી, મોમાઈ પાન નામની દુકાનમાંથી બ્રિસ્ટોલ, પાન અને બીડી સહિતનો 3થી 4 હજારનો માલ ચોરી ગયા હતા, આ ઉપરાંત અન્ય એક બંધ દુકાનના તાળા તોડી, એમ્પાયર હર સલુનમાંથી 4000 રોકડા અને દાઢીનો સામન, કાતર, દાંતીયા અને અસ્ત્રો સહિતનો સામાન ચોરી ગયા હતા. ઉપરાંત ચામુંડા પાન અને કિરાણા સ્ટોરના તાળા તોડી જય મેલડી ફેબ્રિકેશન નામની દુકાનમાંથી 19 હજાર રોકડા ચોરી કરી હતી.જ્યારે શિવ એગ્રોમાંથી લોક તોડી નાખી ક્રિષ્ના ફ્લાવર નામની દુકાનમાંથી ચાર્જર ચોરી કરી ગયાનું સ્થાનિક લોકોએ જણાવ્યું હતું. ઉલ્લેખનિય છે કે તસ્કરો સીસીટીવીમા પણ કેદ થયા હોય હાલમાં મોરબી સીટી એ ડિવિઝન પોલીસ બનાવ સ્થળે દોડી જઇ તપાસનો ધમધમાટ શરૂ કર્યાનું જાણવા મળે છે.