મોરબી : મોરબીના લખધીરપુર રોડ ઉપર આવેલા સીરામીક કારખાનામાં રમતા રમતા બાળક કન્વેયર બેલ્ટમાં આવી જતા તેનું કરુણ મોત નીપજયું હતું.. આ કરુંણ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર મોરબીના લખધીરપુર રોડ પર આવેલા સનારીયા સીરામીક કારખાનામાં કામ કરતા પંચમહાલ જિલ્લાના આદિવાસી મજૂરો આજે મજૂરી કામ કરી રહ્યા હતા. તે દરમ્યાન આદિવાસી શ્રમિકનો આઠ વર્ષનો પુત્ર ધર્મેન્દ્ર મુકેશભાઈ પટેલિયા ત્યાં કારખાનામાં રમતો હતો. અને રમતા રમતા તે કારખાનાના કન્વેયર બેલ્ટમાં આવી જતા આ માસુમ બાળકનું કમકમાટીભર્યુ મોત નિપજતા તેના પરિવારમાં અરેરાટી વ્યાપી ગઈ છે. ત્યારબાદ બાળકના મૃતદેહને પીએમ માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. પોલીસે આ બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.