મોરબી : મોરબીમાં ભારત વિકાસ પરિષદ દ્વારા બાળકોમાં ભારતીય સંસ્કૃતિને વધુ સુદ્રઢ બનાવવા તથા ભારતીય અસ્મિતાનું ગૌરવ જળવાઈ રહે તે માટે એક સુંદર કાર્યક્રમનું અયોજન કરવામાં આવ્યું છે.જેમાં ભારત વિકાસ પરિષદ મોરબી દ્વારા આવતીકાલે તા.1 લી સપ્ટેમ્બરને રવિવારે સવારે 8 થી 12 વાગ્યા દરમ્યાન સરસ્વતી શિશુમંદિર ,પટેલ વાડીની બાજુમાં , શનાળા મોરબી ખાતે રાષ્ટ્રીય સમૂહગાન સ્પર્ધા અને ભારત કો જાનો પ્રશ્નમંચનો કાર્યક્રમ યોજાશે.જેમાં જ્યાં હશે રાષ્ટ્ ભાવનાથી ઓતપ્રોત કરી દે તેવા ગીતો એ સમૂહગાન સ્વરૂપે નવી પેઢીના અવાજમાં સંપૂણ ભારતીય માહોલમાં અને સંપૂણ મોરબીના 1500 વિદ્યાર્થીઓ વચ્ચે લેવાયેલી કસોટીમાં વિજેતા થયેલા વિધાર્થીઓની ભારત વિશે જાણવાની ઉત્કંઠા અંગેના આ કર્યક્રમનો જાહેર જનતાને લાભ લેવા સંસ્થાના પ્રમુખ રવિન્દ્રભાઈ ત્રિવેદી અને મંત્રી હરેશભાઇ બોપલીયાએ અનુરોધ કર્યો છે.