મોરબી : મોરબીમાં ત્રાજપર રામજી મંદિર પાસે જાહેરમાં જુગારનો પાટલો માંડનાર ત્રણ શખ્સોને બી ડિવિઝન પોલીસે ઝડપી લીધા હતા. પ્રાપ્ત વિગતો મુજબ મોરબીના ત્રાજપર વિસ્તારમાં રામજી મંદિર પાસે જુગાર રમતો હોવાની બાતમીને આધારે પોલીસે દરોડો પડી જુગાર રમી રહેલા (૧)રવીભાઇ હેમતભાઇ કુવરીયા, ઉવ 22 રહે ત્રાજ્પર માનવતી પાનની દુકાનની બાજુમા મોરબી 2 (૨)શંકરભાઇ ઘોઘાભાઇ ઉર્ફે પરસોતમભાઇ વરાણીયા, ઉવ 22 રહે ત્રાજપર મોરબી 2 અને (૩)ધરમશીભાઇ ઉર્ફે લાલો રાજુભાઇ ગણેશીયા, ઉવ 22 રહે ત્રાજપર મોરબી 2 વાળને સ્ટ્રીટ લાઇટના અંજવાળે ગંજીપતાના પાના વડે પૈસાની હારજીતનો તીનપતીનો જુગારા રમતા રોકડા રૂપીયા 3550 સાથે ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.