પૂ. કલ્પજય સુરીશ્વરજી મ.સા.ની નિશ્રામા ત્રી દિવસીય મહોત્સવ ઉજવાયો મોરબી : મોરબીમાં જૈન તપગચ્છ સંઘના આંગણે પૂ. પ્રેમસૂરી દાદાની ૧૦૦મી જન્મ શતાબ્દીની કલ્પજય સુરીશ્વરજી મ.સા.ની નિશ્રામાં ભાવભેર ઉજવણી કરવામાં આવી હતી. જેમાં ત્રી દિવસીય મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મહોત્સવમા મોટી સંખ્યામાં ભાવિકોએ જોડાઈને ધન્યતા અનુભવી હતી. ત્રી દિવસીય મહોત્સવમાં પ્રથમ દિવસે પ્રવચન, બીજા દિવસે સામુહિક સામાવીક જેમાં ૨૫૦ ભાઈઓ અને બહેનો જોડાયા હતા. ત્યારબાદ શ્રી સંઘના સહયોગથી લાભાર્થી પરિવાર દ્વારા નવકારશીનું આયોજન કરવામાં આવ્યું હતું. અંતિમ દિવસે સાધર્મિક ભક્તિનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સાથે પૂ. ભગવંતની નિશ્રામાં સામાવીક અને ચૌવિહાર કરવામાં આવ્યું હતું. આ ધાર્મિક કાર્યક્રમને સફળ બનાવવા ધર્મનાથ મિત્ર મંડળ તેમજ ટ્રસ્ટી મંડળે જહેમત ઉઠાવી હતી.