મોરબી : મોરબીના કુલીનગર વિસ્તારમાં રહેતા પરણીતાને પતિએ માર મારી ઘરમાંથી કાઢી મુકતા પોલીસ ફરિયાદ નોંધાઇ છે. પ્રાપ્ત વિગતો મુજબ મોરબીના કુલીનગર વિસ્તારમાં રહેતા નસીમબેન સુભાનભાઇ જામ જાતે-મીયાણા ઉ. ૩૫ વાળાને તેમના પતિ સુભાનભાઇ હેદરભાઇ જામ–રહે. કુલીનગર-૨ હુશેન ઘાટીની બાજુમા મોરબી વાળાએ ઝઘડો કરી ગાળો દઇ માર-મારતા અને અવાર-નવાર ઘરના કામકાજ બાબતે મેણા-ટોણા મારતા અને શારીરીક તથા માનશીક દુખ ત્રાસ આપી ફરી.ને મારકુટ કરી જાનથી મારી નાખવાની ધમકી આપી ઘરમાથી કાઢી મુકતા પોલીસ ફરિયાદ નોંધાઇ છે. આ મામલે પોલીસે ઘરેલુ હિંસા અંગેનો ગુન્હો નોંધી આરોપી પતિને ઝડપી લેવા કાર્યવાહી હાથ ધરી છે.